વડોદરામાં 30 લાખના MD ડ્રગ્સ સાથે પેડલર અને મુંબઈનો સપ્લાયર પકડાયા
ફરી એકવાર ગુજરાતમાંથી નશાનો કારોબાર ઝડપાયો છે. વડોદરામાંથી SOGએ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધો છે. 29.20 લાખ રુપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે. ઈમરાન પઠાણ અને અને સલીમ ઈમ્તિયાઝ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. તો અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. બંને આરોપીઓ ભૂતકાળમાં નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા છે.