મુંબઇ અને જામનગરથી 120 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયુ , જેમાં એર ઇન્ડિયાનાં પૂર્વ પાયલટની ધરપકડ કરવામાં આવી. એનસીપીનાં નાયબ નિદેશક એસ કે સિંહે જણાવ્યું કે આ એમડી ડ્રગ્સ મુંબઇનાં એક ગોડાઉનમાં રાખવામાં આવ્યુ હતું. એનસીબીએ આ માદક પદાર્થને સ્મગલિંગ ગેંગનાં લિડર સાથે 6 લોકોની ધરપકડ કરી છે.
મુંબઇ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ફરી એક મોટી સફળતા મળી છે. બ્યુરોએ ગુજરાતનાં જામનગર તથા મુંબઇનાં એક ગોડાઉનમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની 60 કિલો માદક દવા મેફેડ્રોન જપ્ત કરી છે. આ મુદ્દે એર ઇન્ડિયાનાં પૂર્વ પાયલટ સહિત 6 લોકોની ધરપકડ થઇ છે.