જેવું મનાઈ રહ્યું હતું કે પ્રિયંકા ચૌધરી બિગ બોસ 16ની વિજેતા બની શકે છે તેનાથી વિપરિત બિગ બોસ ફિનાલેના પરિણામ એકદમ ઉલટ આવ્યા હતા. શૉમાં હંમેશા પાછળ રહેતો અને મંડલીનો ભાગ બનનાર શિવ ઠાકરે અને એમસી સ્ટેન વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી પણ આ મામલે બાજી એમસી સ્ટેન મારી ગયો હતો. તે બિગ બોસ 16નો વિજેતા બની ગયો.