પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનાર જયમિન સોલંકી નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. એમબીબીએસનો અભ્યાસ કરનારા આ વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે જાણવા મળ્યું નથી. બનાવ અંગે સંચાલકો અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. મૃતકના મિત્રો તથા સાથે અભ્યાસ કરનારાઓની પૂછપરછ થઈ રહી છે.