Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

SC-ST અનામતને લઈને સુપ્રીમ કોર્ટના આદેશના વિરોધમાં બોલાવવામાં આવેલા ભારત બંધને બહુજન સમાજ પાર્ટીએ સમર્થન આપ્યું છે. આ નિર્ણય સામે દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધને બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ સમર્થન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ રીતે બંધમાં ભાગ લેવાની અપીલ કરી છે. તેટલું જ નહીં માયાવતીએ આ બંધ પાછળ ભાજપ અને કોંગ્રેસ પર પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એક પછી એક ટ્વિટ કરીને બંધના સમર્થનમાં અપીલ કરી હતી. માયાવતીએ કહ્યું - 'ભારત બંધને બસપાનું સમર્થન, કારણ કે ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોના અનામત વિરોધી કાવતરાને કારણે અને આખરે તેને બિનઅસરકારક બનાવીને તેનો અંત લાવવાની તેમની મિલીભગતને કારણે 1 ઓગસ્ટ 2024 ના SC/ST પેટા વર્ગીકરણ અને તેમા ક્રીમી લેયર સંબંધી માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રોષ અને નારાજગી છે.' તેમનું કહેવું છે કે આ પક્ષો ભાજપ-કોંગ્રેસ અનામત વ્યવસ્થાને ખતમ કરવા માંગે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ