બહુજન સમાજ પાર્ટી (BSP)એ કર્ણાટકમાં વિશ્વાસનો મત પ્રસ્તાવની મતદાન પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહેનારા પોતાના એકમાત્ર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. BSP પ્રમુખ માયાવતીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, 'કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના સમર્થનમાં વોટ આપવાના પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશનું ઉલ્લંઘન કરીને BSPના ધારાસભ્ય એન. મહેશ આજે વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહ્યા હતા. આ બાબત શિસ્તભંગ દર્શાવે છે, જેને પાર્ટીએ અત્યંત ગંભીરતાથી લીધું છે. આથી, શિસ્તભંગના પગલાં સ્વરૂપે એન. મહેશને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.'