માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (બસપા)એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની નધુ એક યાદી જાહેર કરી છે. બસપાની આ યાદીમાં કૈસરગંજ, ગોંડા, ડુમરિયાગંજ, સંત કબીરનગર, બારાબંકી, આઝમગઢ બેઠકથી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ કૈસરગંજ બેઠક પરથી નરેન્દ્ર પાંડેયને ઉમેદવાર બનાવ્યા છે તો બીજી તરફ આઝમગઢથી ઉમેદવાર બદલી નાખ્યા છે. લખનઉ પૂર્વ બેઠક પરથી પેટા ચૂંટણીમાં પાર્ટીએ આલોક કુશવાહાને ટિકિટ આપી છે.