યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી અને બસપા અધ્યક્ષ માયાવતીની મુશ્કેલીમાં વધારો થયો છે. આવકવેરા વિભાગે માયાવતીના ભાઈ આનંદકુમાર અને તેમની પત્ની વિચિતર લત્તા સામે મોટી કાર્યવાહી કરીને તેમનો નોઈડામાં આવેલો ૪૦૦ કરોડનો પ્લોટ ટાંચમાં લઈ લીધો છે. આઈટી વિભાગ દ્વારા જપ્ત થયેલી સંપત્તિમાં બેનામી પ્લોટ, બંગલો અને બીજી સંપત્તિ સામેલ છે. દિલ્હી સ્થિત આવકવેરા વિભાગના બેનામી પ્રોહિબિશન યુનિટે ૭ એકર ચોરસ વારનો અંદાજિત ૪૦૦ કરોડની જમીન ટાંચમાં લેવાનો આદેશ જારી કર્યો હતો. યુપીના નોઈડામાં આવેલો સાત એકર જમીનના પ્લોટના માલિક તરીકે આનંદકુમાર અને વિચિતર લતાને દર્શાવાયા છે. આદેશ અનુસાર જપ્ત થયેલી સંપત્તિને આનંદકુમાર અને તેમની પત્નીની બેનામી સંપત્તિ માનવામાં આવશે જે ૨૮,૩૨૮.૦૭ ચોરસ વર્ગ મીટર અથવા લગભગ સાત એકરમાં ફેલાયેલી છે. આનંદકુમારે ૪૦૦ કરોડનો મોંઘેરો પ્લોટ નજીકના સગાને નામે ખરીદ્યો હતો. બે વર્ષની તપાસ બાદ આવકવેરા વિભાગને પાકા પુરાવા મળ્યા હતા અને તેને આધારે કાર્યવાહી કરીને તેમનો પ્લોટ તથા બીજી કેટલીક સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હતી. આવકવેરા વિભાગે પ્લોટ જપ્ત કરતા પહેલાં બેનાની સંપત્તિના કેસમાં આનંદકુમારને નોટિસ પણ મોકલી હતી. ઉલ્લેખનીય છે કે, નોટબંધી સમયે પણ આનંદકુમાર ચર્ચામાં આવ્યા હતા. તે સમેય તેમના ખાતામાં ૧.૪૩ કરોડ રૂપિયા જમા થયા હતા. તે વખતે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તેમના ખાતાની અને આવકના સ્ત્રોતની તપાસ હાથ ધરી હતી.