બસપા નેતા માયાવતીનો જન્મદિવસ છે અને તેમણે તેમના જન્મદિવસના અવસર પર કહ્યું હતુ કે, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરશે નહીં. તે એકલા ચુંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. જો બેલેટ પેપરથી ચૂંટણી થશે બધું સત્ય સામે આવી જશે. આ બધી રમત ઈવીએમમાં ગળબડીના કારણે થાય છે.
માયાવતીએ આજે પાર્ટીના રાજ્ય મુખ્યાલયથી સંબોધન કર્યું હતુ અને કહ્યું હતુ કે, જ્ઞાતિવાદી અને સંકુચિત વિચારધારાને બદલવા બસપા જોરશોરથી પ્રયાસ કરી રહી છે. ગ્લોબલ સમિટના નામે આવતુ રોકાણ ભાજપની ખરાબ નીતિઓને ઢાંકવા માત્ર દેખાવ થઇ રહ્યો છે.