પરિવારવાદ મુદ્દે અન્ય રાજકીય પક્ષોને વારંવાર ઘેરનાર બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ)નાં સુપ્રીમો માયાવતીએ પહેલા તેમના ભાઈ આનંદકુમારને પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા પછી હવે તેમનાં ભત્રીજા આકાશ આનંદને બસપાનો નેશનલ કોઓર્ડીનેટર બનાવ્યો છે. આમ બસપામાં જ હવે પરિવારવાદ અને ભાઈભત્રીજાવાદ શરૂ થયો છે. માયાવતીએ લોકસભાની ચૂંટણી પછી ભાઈ- ભત્રીજાનાં ભરોસે રહેવાનું પસંદ કર્યું છે. ભત્રીજા આકાશને દેશનાં તમામ રાજ્યોમાં પાર્ટીને વધારે મજબૂત બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. આકાશ આનંદની બસપામાં હવે આ રીતે સત્તાવાર એન્ટ્રી થઈ છે. પક્ષની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે માયાવતીએ મહત્વનાં હોદ્દા પરિવારનાં સભ્યોને સોંપવાનું નક્કી કર્યું છે. બસપાની કેડરમાં કોઓર્ડિનેટર સૌથી મોટો હોદ્દો મનાય છે. માયાવતીએ લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરૂધ્ધ કામ કરનારાઓ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે.