બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરતા જણાવ્યું હતું કે હવે તેમના અંતિમ શ્વાસ સુધી પક્ષમાં તેમનો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય.
માયાવતીએ આકાશના સસરા અશોક સિદ્ધાર્થને ગયા મહિને પક્ષમાં બરતરફ કરવામાં આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. માયાવતીએ આકાશ આનંદની જગ્યાએ તેમના પિતા આનંદ કુમાર અને રાજ્ય સભા સાંસદ રામજી ગૌતમને પક્ષના નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા છે.