-
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જે રાજકીય ચિત્ર ઉપસ્યુ છે તેમાં માયાવતીના પક્ષ બસપાના 4 ઉમેદવારો જીત્યા છે. સરકાર બનાવવા બહુમતિ માટે 116 બેઠકો જરૂરી હોવાથી કોંગ્રેસે રાજકીય સંપર્કો હાથ ધરતાં માયાવતીએ જાહેર કર્યું કે તેમના જીતેલા ધારાસભ્યો એમપીમાં ભાજપને ટેકો નહીં આપે. તેમણે એમપી સહિત જે રાજ્યોમાં બસપાના ઉમેદવારો જીત્યા તે તમામે દિલ્હી બોલાવ્યાં છે. તો બીજી તરફ સપાએ પણ એમપીમાં કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરતાં આ રાજ્યમાં કોંગ્રેસ અન્ય પક્ષોનવા ટેકાથી સરકાર બનાવે તેમ છે.