આજે સંસદમાં રજૂ થનારું મોદી સરકારનું બજેટ ચૂંટણીલક્ષી હશે તેમ આર્થિક વ્યવસ્થા અને રાજકીય પંડિતો માની રહ્યાં છે. 1 જુલાઈ, 2017ના રોજ દેશમાં જીએસટી લાગુ થઈ ગયો છે જેને કારણે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર ટેકસમાં આ બજેટમાં કોઈ ફેરફાર થશે નહીં. તેથી સામાન્ય નાગરિકોને બજેટમાં કેટલી રાહત મળી રહેશે તે અંગે પણ અસમંજસ પ્રવર્તી રહી છે.