મોરિશિયસના વડા પ્રધાન પ્રવિન્દકુમાર જગન્નાથ 3 દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. ભારત અને મોરિશિયસ વચ્ચે આ પ્રસંગે ચાર મહત્ત્વના કરાર કરવામાં આવ્યા હતા. શનિવારે જગન્નાથ અને મોદી વચ્ચે મુલાકાત યોજાઈ હતી જેમાં મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંયુક્ત વારસાનો અમને ગર્વ છે. મોરિશિયસ સાથે થયેલા 4 કરારમાં ભારત દ્વારા મોરિશિયસને રૂ. 3,227 કરોડ એટલે કે 50 કરોડ ડોલરની લોન આપવાનો સમાવેશ થાય છે. મોદી અને જગન્નાથ દ્વારા બેઠક પછી સંયુક્ત નિવેદન જાહેર કરાયું હતું. બંને દેશોએ પરસ્પર વિકાસમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.