મથુરા જિલ્લાના વૃંદાવન રેલવે સ્ટેશનથી લગભગ 800 મીટર દૂર માલગાડીના 25 થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની ઘટના બની છે. બીજી તરફ, બિહારના મુઝફ્ફરપુરના નારાયણપુર અનંત સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટનામાં ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી જતા 13 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.