ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી-શ્રૂંગાર ગૌરી પરિસર કેસના વિવાદ વચ્ચે મથુરાની જિલ્લા અદાલતે ગુરુવારે કટરા કેશવદેવ મંદિરને અડીને આવેલા પરિસરમાંથી ઈદગાહ મસ્જિદ દૂર કરવાની અરજી સ્વીકારી લીધી છે. નીચલી અદાલતે અગાઉ આ અરજી નકારી કાઢી હતી. મૂળભૂત રીતે નીચલી અદાલતમાં સપ્ટેમ્બર ૨૦૨૦માં આ અરજી કરાઈ હતી.
મથુરાની જિલ્લા અદાલતે અરજી સ્વીકારવાની સાથે હવે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં કેસની ટ્રાયલ શરૂ થશે. આ કેસમાં આગામી સુનાવણી ૧લી જુલાઈએ થશે. અરજીમાં દાવો કરાયો છે કે મસ્જિદની જગ્યા પર જ એ જેલ હતી, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. વધુમાં ઈદગાહનું નિર્માણ કેશવદેવ મંદિરની જમીન પર કરાયું છે, જે ભગવાન કૃષ્ણનું જન્મસ્થાન છે. અરજીમાં ૨.૩૭ એકર જમીનને મુક્ત કરવાની માગણી કરાઈ છે. અરજીમાં કહેવાયું છે કે શ્રીકૃષ્ણ વિરાજમાનની કુલ ૧૩.૩૭ એકર જમીનમાંથી અંદાજે ૧૧ એકર જમીન પર શ્રીકૃષ્ણ જન્મસ્થાન સ્થાપિત છે. જ્યારે શાહી ઈદગાહ મસ્જિદ ૨.૩૭ એકર જમીન પર બનેલી છે. આ ૨.૩૭ એકર જમીનને મુક્ત કરાવીને શ્રીકૃષ્ણ જન્મસ્થાનમાં સામેલ કરવાની માગણી અરજીમાં કરાઈ છે.