મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 65%થી વધુ મતદાન થયું હતું. મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને બહુમતી મળી ગઈ છે. ભાજપે સાથી પક્ષો સાથે મળીને 234 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી. મહાયુતિમાં સામેલ ભાજપને 133, શિવસેના (શિંદે જૂથ) 57 અને એનસીપી (અજિત પવાર)ને 41 બેઠકો પર જીત મળી છે. મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો, કોંગ્રેસને 15, શિવસેના (ઉદ્ધવ જૂથ) 20 અને એનસીપી (શરદ પવાર)ને 10 બેઠકો પર જીત મળી છે. આમ, મહાયુતિની સરકાર મહારાષ્ટ્રમાં બનશે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે જોવું રહ્યું.