દાહોદમાં એક જ પરિવારમાં 5 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઈબાગમાં રહેતા વેપારી સહિત પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.