-
વિશ્વના કેટલાક દેશોમાં જમીનમાં ફેરફારોના રૂપમાં ઉંડી તિરાડો પડી રહી છે. અગાઉ કેન્યા બાદ હવે ન્યૂઝીલેન્ડમાં રોટોરૂઆ વિસ્તારના એક ખેતરમાં રાતોરાત જમીનમાં મોટી તિરોડો પડી ગઇ છે. જમીનની તિરાડની લંબાઇ ફુટબોલના બે મેદાન જેટલી છે. અને તેની ઉંડાઇ અંદાજે 200 ફૂટ જોવા મળી છે. તિરાડની પહોળાઇ 20થી 30 મીટર છે. નિષ્ણાતોનું માનવુ છે કે ભારે વરસાદને કારણે આ તિરાડો પડી હોવી જોઇએ. એક ડ્રોનને તિરાડની નીચે મોકલીને જોવામાં આવ્યું તો તેમાં નીચેની પડ કોઇ 60 હજાર વર્ષ જુના જવાળામુખીના અવશેષોમાંથી બન્યા હોવાનું જણાયું છે.