પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના અસ્થિને રવિવારે દિલ્હીના મજનૂ કા ટીલા સ્થિત ગુરૂદ્વારામાં લાવવામાં આવ્યા હતા, જે બાદ મનમોહનસિંહના પરિવારજનોએ અસ્થિ યમુનામાં વિસર્જિત કરી દીધા હતા. મનમોહનસિંહના મૃતદેહના અંતિમ સંસ્કારને લઇને વિવાદ પણ સામે આવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મનમોહનસિંહના મૃતદેહના અંતિમ સંસ્કારમાં સરકારની ભારે ગેરવ્યવસ્થા સામે આવી, અયોગ્ય વ્યવસ્થાને કારણે મનમોહનસિંહનું અપમાન કરાયું.