Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર સ્થિત ઉદ્યોગભવનમાં આવેલી બ્લોક નંબર 5ના પ્રથમ માળે GIDC ઓફિસમાં આજે રવિવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. ધૂમાડાના ગોટેગોટા બહાર આવ્યા બાદ આગના બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. લગભગ અઢી કલાક ચાલેલી આગમાં GIDCનો રિકવરી બ્રાન્ચ ભસ્મીભૂત થઈ ગયું હતુ અને એલોટમેન્ટ બ્રાન્ચમાં પણ નુક્સાન થયું હતું. ફાયરના જવાનોએ 35 હજાર લીટર પાણીનો મારો ચલાવીને 2 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

આગના બનાવની જાણ GIDCના અધિકારીઓને કરવામાં આવતા GIDCના જોઈન્ટ એમડી બચાણી તેમજ અન્ય અધિકારીઓ દોડી આવ્યા હતા. ઉદ્યોગ ભવનમાં બીજી પણ કચેરીઓ આવેલી હોવાથી ફાયરના જવાનોએ આખી બિલ્ડિંગને ચારે બાજુથી ઘેરીને પાણીનો મારો ચલાવ્યો હતો, ત્યારે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

આ અંગે ગાંધીનગર મહાનગર પાલિકાના ફાયર ઓફિસર મહેશ મોડના જણાવ્યા અનુસાર, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. GIDCના અધિકારીઓએ તમામ AC બંધ હોવાનું જણાવ્યું હતુ, પરંતુ ગરમીના કારણે જ શોર્ટ સર્કિટ થઈ હોય તોજ આગ લાગી શકે. ફાયરના જવાનોએ અંદાજે 35 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસને બનાવની જાણ કરવામાં આવતા FSLની મદદથી આગનું સાચુ કારણ બહાર આવી શકશે.

GIDCમાં લાગેલી આગમાં રિકવરી બ્રાન્ચ આખો સળગી ગયો હતો અને એલોટમેન્ટ બ્રાન્ચને પણ નુક્સાન થયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ