હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ફ્લેશ ફ્લડની ૩૦થી પણ વધુ ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદને કારણે હિમાચલના અનેક વિસ્તારો પૂરને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ તેવી જ સ્થિતિ છે. આ બન્ને રાજ્યોમાં પૂર, ભુસ્ખલન, વાદળ ફાટવાની ઘટનાઓને કારણે કુલ ૨૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો લાપતા છે, ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે અને તેમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. હિમાચલ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશામાં સ્થિતિ હાલ વધુ કફોડી બનતી જાય છે. આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે.