Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધો.૧૦માં માસ પ્રમોશન આપવામા આવ્યુ છે ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં એલ.સીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ હતુ પરંતુ ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય ફેરવ્યો છે.ધો.૧૦ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સીમાં હવે માસ પ્રમોશન નહી લખાય અને તેના  બદલે માત્ર માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવા શબ્દો લખાશે.
કોરોનાને પગલે ધો.૧૦ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે રેગ્યુલર ૮.૩૭ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે.માસ પ્રમોશનમાં માર્કસની ગણતરી અને પરિણામની પદ્ધતિ માટેના નિયમો સાથેની પોલીસી જાહેર કરતા બોર્ડે ગત ૩જી જુને જાહેર કરેલા નિયમોમાં એલસી આપતા રીમાર્કસના ખાનામાં ધો.૧૦ની પરીક્ષા માસ પ્રમોશનથી જાહેર થયેલ છે તેમ લખવાનું રહેશે તેવી સૂચના આપી હતી.ધો.૧૦ બાદ વિદ્યાર્થી તે જ સ્કૂલમાં ધો.૧૧મા જાય તો પણ નિયમ મુજબ એલસી આપવાનું રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એલસી આપવાનું થતુ હોય એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લખ થાય તો મુશ્કેલી થાય તેમ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ