આજે પાલનપુર ખાતે માસૂમ યુવતી મેઘના ચૌધરીની તાજેતરમાં હત્યા કરવામાં આવી હતી તેને લઈને ઘેરાપ્રત્યઘાત પડ્યા હતા અને સમગ્ર બનાસકાંઠામાં લોકોની માંગ ઉઠી રહી હતી કે હત્યા કરનારને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. આજ રોજ પાલનપુર ખાતે અખિલ ભારતીય આંજણા/ પટેલ સમાજ મહાસંગઠ દ્વારા વિશાળ રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવનારા સમયમાં કોઈ સમાજમાં આવી ઘટના ન બને અને માસૂમ યુવતીની હત્યા કરનાર આરોપીને ફાંસી સુધીની સજા થાય તેવી રજૂઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. આ વિશાળ મૌન રેલીમાં ૩૦૦૦ કરતા વધુ આંજણા પટેલ સમાજના યુવાનો જોડાયા હતા. સમગ્ર મૌન રેલીનું આયોજન અખિલ ભારતીય આંજણા/ પટેલ સમાજ યુવા મહાસંગઠના પ્રમુખ હિતેશ ચૌધરી, જિલ્લા પ્રમુખ ગોવિંદ ચૌધરી, જિલ્લા મહામંત્રી દીલુ ચૌધરી કર્યું હતું.