Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જૈશ-એ-મોહમ્મદના સરગણા મસૂદ અઝહરને આખરે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે મળેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં રહેલા ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, તમામ દેશો સાથે મળીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ ચીને પોતાના નરમ વલણના સંકેત આપતા જણાવ્યું હતું કે, તેઓ આ વખતે મસૂદ અંગે હકારાત્મક વલણ દાખવશે. તેઓ આ વખતે આ પ્રક્રિયામાં નડતરરૂપ નહીં બને તેવા પણ સંકેત આપ્યા હતા. આ જ મુદ્દે ચીને માર્ચ ૨૦૧૬થી અત્યાર સુધીમાં ચાર વખત ભારતના પ્રયાસોને ટેક્નિકલ કારણો આપીને નિષ્ફળ બનાવ્યા હતા. આતંકના આકા પાકિસ્તાનને ખુશ કરવા માટે ચીન દ્વારા દર વખતે વિટો વાપરીને ભારતને પછડાટ આપવામાં આવતી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ