ફેબ્રુઆરી ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલાના કેસમાં NIAએ મંગળવારે જમ્મુની કોર્ટમાં ૧૩,૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં પાકિસ્તાનની ધરતી પરથી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવી રહેલા આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ, તેના આતંકી સરગણા મૌલાના મસૂદ અઝહર, મસૂદના ભાઇ રઉફ અસગર, પિતરાઇ મોહમ્મદ અમાર, રઉફના બોડીગાર્ડ મોહમ્મદ ઇસ્માઇલ પર આરોપ ઘડવામાં આવ્યા છે. ચાર્જશીટમાં દર્શાવાયેલા ૧૯ આરોપી પૈકીના ૭ની ધરપકડ થઇ ચૂકી છે, જ્યારે બે આરોપી ફરાર છે અને મસૂદ અઝહરના ભત્રીજા મોહમ્મદ ઉમર ફારુક સહિતના ૬ આતંકવાદીને ઠાર મરાયા છે. એનઆઇએએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, પુલવામા આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર મસૂદ અઝહર હોવાના નકારી ન શકાય તેવા તમામ પુરાવા છે. તેણે તેના ભત્રીજા મોહમ્મદ ઉમર ફારુકને આતંકી હુમલાને અંજામ આપવા માટે ૨૦૧૮માં કાશ્મીર મોકલ્યો હતો.