કમ્યુનિટી સ્પ્રેડની વધતી જતી સંખ્યાથી હવે કોવિડ-19ના કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસો વધવાના કારણે માસ્ક અને વાયરસને કાબૂમાં લેવા માટેના અન્ય પગલાં માટેની એક્શન લેવાઈ રહી છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ ગુરુવારે ચેતવણી આપી હતી અને કેટલાય મોટા શહેરોમાં હવે માસ્ક ફરજિયાત કરવાની વિચારણા ચાલી રહી છે.
ન્યૂયોર્કમાં જાહેર સ્થળ પર માસ્ક ફરજિયાત
કોવિડ સ્પ્રેડને જોતા ન્યૂયોર્કમાં ફરી એક વાર દરેક જગ્યાએ, ઈન્ડોર, ઓફિસ, લોબી, ઈવેન્ટ, જાહેર સ્થળો, સ્કૂલ, જાહેર જગ્યાઓએ માસ્ક પહેરવું જરુરી છે, આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યા પર પણ માસ્ક પહેરવાનું જણાવ્યું છે. આ ઉપરાંત ટ્રાવેલિંગ કરતી વખતે પણ માસ્ક પહેરવું જરુરી છે. જો પાસ કોવિડ પોઝિટિવ છો, તો આપે હાઈ ક્વાલિટીવાળા માસ્ક પહેરવાની પણ સલાહ આપી છે.