જર્મનીના ટ્રીઅરમાં કાર્લ માર્ક્સની 200મી જ્યંતિ ઉજવાઈ રહી છે. આ ઉજવણીમાં ચીન ગીફ્ટ નવું આકર્ષણ ઉભું કરશે. ચીને માર્ક્સની 20 ફૂટ ઉંચી કાંસ્ય-પ્રતિમા જર્મનીને ભેટ આપી. ઘણા વાદ-વિવાદ પછી માર્ક્સની મૂર્તિ સ્વીકારવાનો નિર્ણય કરાયો. માર્ક્સની જન્મભૂમિ- ટ્રીઅરમાં ઘણા લોકો ચીનની ભેટ સ્વીકારવાના વિરોધી હતા.તેમના મતે માર્ક્સ માટે મહત્વની હતી, તે સ્વતંત્રતા જ ચીનમાં નથી, તેથી મૂર્તિ ન સ્વીકારવી જોઈએ.