મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાયરનું નવું મોડલ મે, 2017માં રજૂ થશે. નવું મોડલ કેવું છે તેની ઝલક સોશિયલ મીડીયામાં જોવા મળી રહી છે, ખાસ કરીને ટાટાની ટિગોર અને હુંડાઈની એક્સેન્ટ ફેસલિફ્ટ લોંચ થયા પછી આ કારનું લોન્ચિંગ તંદુરસ્ત સ્પર્ધા ઉભી કરશે. કંપનીના મતે નવી ડિઝાયરની ડિઝાઈન તમારા મન પર ઉંડી છાપ છોડી જાય તેવી છે.