Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મારુતિ સુઝુકીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર WagonR EV નું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ઓટોકાર ઇન્ડિયા અનુસાર, આ ઇલેક્ટ્રિક કારની કિંમત સબસિડી સાથે 7 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ભારતમાં તમામ પ્રકારની ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર પર સબસિડી મળી રહી છે. WagonR ઇલેક્ટ્રિક કાર ભારત સરકારની FAME સ્કીમ હેઠળ આવશે. આ કાર પર રૂપિયા 1.24 લાખથી 1.38 લાખ રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે.
શું કહે છે કંપની

  • 1.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, WagonR EVનું પ્રોડક્શન ભારતમાં જ થઇ રહ્યું છે. રીપોર્ટસ અનુસાર, મારુતિ અને ટોયોટાની પાર્ટનરશિપમાં મેન્યુફેક્ચર થનારી પહેલી ઇલેક્ટ્રિક કાર વેગનઆર જ છે.
  • 2.આ ઇલેક્ટ્રિક કાર અંગે મારુતિ સુઝુકીના સીનિયર અધિકારી એ જણાવ્યું હતું કે, આ કારનું ટેસ્ટિંગ ઓક્ટોબર 2018થી શરૂ થઇ ચુક્યું છે. દેશભરમાં 50 ઇલેક્ટ્રિક વેગનઆર પ્રોટોટાઇપનું અલગ-અલગ જગ્યાએ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. હાલમાં તેનું દરેક પ્રકારના વાતાવરણ અને પરિસ્થિતિમાં ટેસ્ટિંગ થઇ રહ્યું છે. જેથી કરી તેની માઇલેજ અને ચાર્જિંગ ટાઇમ જાણી શકાય અને ભારતીય માર્કેટમાં તેને સફળ બનાવી શકાય.
  • 3.આ ઇલેક્ટ્રિક કારમાં 10થી 25 kWh બેટરી કેપેસિટી સાથે 72 વોલ્ટ સિસ્ટમથી પાવર મળશે. રિપોર્ટ્સ અનુસાર, WagonR EVમાં ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ મળશે, જેનાથી 40 મિનિટમાં જ 80 ટકા સુધી બેટરી ચાર્જ થઇ જશે. કારને ફુલ ચાર્જ કર્યા પછી 150 કિમીથી 200 કિમી સુધી ચલાવી શકાશે. આ કારમાં સેફ્ટી સાથે જોડાયેલા એ તમામ ફીચર્સ મળી શકે છે જે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ