દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયાએ માંગ ઘટા તેના પ્રીમિયમ હેચબેક ઈગ્નીસ ડીઝલ વર્ઝનનું ઉત્પાદન બંધ કર્યું છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરાયેલા મોડેલોમાંથી કંપનીએ અત્યાર સુધીમાં ૭૨,૦૦૦ થી વધુ એકમોનું વેચાણ કર્યું છે. જાન્યુઆરીથી મે ૨૦૧૮ સમયગાળા દરમિયાન ઓટો ઉત્પાદકોએ ઈગ્નીસના ૪૫૦૦થી વધુ એકમોનું સરેરાશ માસિક વેચાણ નોંધાવ્યું હતું.