મારુતિ સુઝુકી ઈન્ડિયા એ ભારતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. તે દેશની પ્રથમ આવી ઓટોમેકર કંપની બની છે જેની આવક ભારતમાં એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ આંકડાને સ્પર્શ્યા બાદ મારુતિ વિશ્વની ટોચની 30 ઓટોમેકર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ લીગમાં સામેલ થનારી મારુતિ દેશની બીજી ઓટોમેકર કંપની છે ટાટા મોટર્સ આ યાદીમાં અગાઉથી સામેલ થઈ ચૂકી છે. ગુરુવારે શેર 8,555.00 ની સપાટીએ બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની ઉપલી સપાટી 9,769.00 છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ રૂપિયા 5ની ફેસ વેલ્યુના આધારે 1800 ટકા એટલે કે શેર દીઠ રૂ. 90ના ડિવિડન્ડને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે આ બીજું ડિવિડન્ડ હતું. પ્રથમ ડિવિડન્ડ 1200 ટકા એટલે કે 60 રૂપિયા પ્રતિ શેર હતું