અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતેથી પોતાની કાર સમગ્ર દેશમાં મોકલવા માટે કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી અને ભારતીય રેલવે વચ્ચે એગ્રીમેન્ટ કરાયો છે. 24 માર્ચે 125 મારુતિ કાર સાથેની ખાસ ટ્રેન દેત્રોજથી 1716 કિલોમીટર દૂરના નિદવન્દા રેલવે સ્ટેશન માટે રવાના થઈ હતી. માત્ર ચાર કલાકમાં આ 125 કાર તમામ રેકમાં લોડ કરી દેવાઈ હોવાનું પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગની યાદીમાં જણાવાયું હતું.