શહીદ ભગતસિંહને શહીદનો દરજ્જો અપાવવા માટે તેમના પરિવારજનો દિલ્હી ખાતે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. આ બાબતે અનેક આરટીઆઈ થઈ, આટલી સરકાર બદલાઈ, તેમના વંશજોના આંદોલન પણ કર્યા છે તેમ છતાં હજુ સુધી ભગતસિંહને શહીદનો દરજ્જો મળ્યો નથી. ઓગસ્ટ 2013માં મનમોહનસિંહની સરકારે રાજ્યસભામાં ભગતસિંહને શહીદ માન્યા હતા, પણ આજ સુધી રેકોર્ડમાં સુધારો થયો નથી.