બોલિવૂડ એક્ટર રણવીરસિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણનાં વર્ષના અંતે યોજાનારા લગ્નની તૈયારીઓ મુંબઈ અને બેંગ્લોરમાં જોરશોરથી ચાલી રહી છે. જો કે હજુ બંનેના લગ્નની તારીખ નક્કી કરવાની બાકી છે. માધ્યમોને મળેલી માહિતી પ્રમાણે, રણવીર-દીપિકાના વેડિંગ પ્લાનર વિદેશમાં લગ્ન માટે ડેસ્ટિનેશન શોધી રહ્યા છે.