ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જામનગરમાં પણ કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે જામનગરમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે વેપારી એસોસિએશન દ્વારા બુધવારથી બપોર બાદ સ્વૈચ્છિક બંધ પાળવામાં આવશે. આથી આ નિર્ણય પ્રમાણે બુધવારતી ગ્રેઈન માર્કેટમાં આવેલી તમામ દુકાનો સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બપોરે બે વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે. આ નિર્ણય માટે વેપારીઓએ સામુહિક રીતે સ્વૈચ્છિક સહમતિ દર્શાવી છે.
જણાવી દઈએ કે, જામનગરમાં ગઈકાલે રાત્રે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. આમ એક જ દિવસમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. અગાઉ રવિવારે પણ 7 કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે જ જામનગરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 137 પર પહોંચી ચૂકી છે.