વિશ્વના શેરબજારોમાં કડાકો બોલાયો છે. વિશ્વના ટોચના ૫૦૦ ધનવાનોની મૂડીમાં ૪૩૬ અબજ ડોલરનું ધોવાણ થયું હોવાના અહેવાલ છે. ચીન તથા અમેરિકા વચ્ચે શરૂ થયેલી ટ્રેડ વોરને પરિણામે આ ૫૦૦ ધનવાનોની સંયુકત નેટવર્થમાં પૂરા થયેલા સપ્તાહમાં ૧૮૧ અબજ ડોલરનો ઘટાડો થયો છે. અમેરિકા સહિત વિશ્વના શેરબજારોમાં આવેલા ઘટાડાને પગલે સંપતિના મૂલ્યને ધરખમ ઘસારો પહોંચ્યો છે.