સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે ડેટા લીક કેસમાં અમેરિકન કૉંગ્રેસની સામે હાજર થઇ માફી માંગી. સેનેટ કોમર્સ એન્ડ જ્યુડિશરી કમિટીઓની સામે માર્કે ફેસબુકની ગડબડીઓની જવાબદારી અને ચૂંટણીઓ દરમ્યાન લોકોનો વિશ્વાસ ટકાવી રાખવાની વાત કહી. ઝકરબર્ગને 42 સાંસદોએ સતત એક કલાક સુધી પ્રશ્ન-જવાબ કર્યા. ઝકરબર્ગે સેંકડો પ્રશ્નોના જવાબ આપ્યા અને કહ્યું કે ભારતમાં આગામી ચૂંટણીઓ દરમ્યાન સંપૂર્ણપણે ઇમાનદારી રખાશે.