Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

Ahmedabad (SportsMirror.in) : ટેનિસ જગતની પુર્વ વર્લ્ડ નંબર વન મહિલા ખેલાડી મારિયા શારાપોવા (Maria Sharapova) નવા વર્ષે ટેનિસ જગતમાં ખળભળાટ મચાવવા તૈયાર છે. મળી રહેલ માહિતી પ્રમાણે મારિયા શારાપોવા ટેનિસ કોર્ટમાં ઉતરવા માટે તૈયાર છે અને તેની શરૂઆત બ્રિસ્બેન ઓપનથી કરશે. તમને જણાવી દઇએ કે બ્રિસ્બેન ઓપનમાં તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. મહત્વનું છે કે તેણે ગત યુએસ ઓપનમાં પહેલા રાઉન્ડમાં જ હાર્યા બાદ ટેનિસથી દુર રહી હતી.

મારામાં હજી ઘણું ટેનિસ બાકી છે : શારાપોવા

બ્રિસ્બેન ઓપન 2020 ની શરૂઆત 6થી 12 જાન્યુઆરીની થશે. આ અંગે મારિયા શારાપોવા જણાવ્યું હતું કે, “જ્યારે હું નાની હતો ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ત્રીસ વર્ષની વય પછી પણ રમતી હોઈશ. મને લાગે છે કે મારામાં હજુ ઘણું ટેનિસ બાકી છે. જ્યાં સુધી મારા ખભા બરાબર છે અને શરીર સાથ આપે છે, ત્યાં સુધી હું ટેનિસ રમીશ.”

યુએસ ઓપનમાં પહેલા રાઉન્ડમાં જ હાર્યા બાદથી તે ટેનિસથી દૂર રહી હતી

મારિયા શારાપોવા ગત વર્ષે યુએસ ઓપનમાં હાર્યા બાદ ટેનિસ કોર્ટથી દૂર રહી છે. આ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં તે અમેરિકાની સેરેના વિલિયમ્સે સીધા સેટમાં 6-1, 6-1થી પરાજિત થઈ હતી. 2019માં ખભાની ઇજાને કારણે શારાપોવાએ માત્ર 15 સ્પર્ધાત્મક મેચ રમી હતી. તેણે લક્ઝમબર્ગ ઓપનમાં પણ ભાગ લીધો ન હતો. તેની અસર તેના રેન્કિંગ પર પણ પડી. તે વર્લ્ડ રેન્કિંગમાં 133મા સ્થાને આવી ગઈ.

મુશ્કેલ સીઝન પછી મારા માટે નવી શરૂઆત : શારાપોવા

મારિયા શારાપોવાએ વધુમાં જણાવ્યું કે, મારા માટે આ નવી શરૂઆત સમાન છે. મેં છેલ્લા ઘણા સમયથી ઘણા ઉતાર-ચડાવ જોયા છે. પણ હવે હું તૈયાર છું. જોકે મારા માટે ઓફ સીઝન સારી રહી છે. હવે હું રમવા માટે ઉત્સાહિત છું. તમને જણાવી દઇએ કે મારિયાએ વર્ષ 2015માં આજ ટુર્નામેન્ટમાં એના ઇવાનોવિચને હરાવીને બ્રિસ્બેન ઓપનનો ખિતાબ જીત્યો હતો. મહત્વનું છે કે જાન્યુઆરીમાં જ ઓસ્ટ્રેલિયા ઓપન શરૂ થઇ રહી છે. ત્યારે તેના માટે ફોર્મમાં આવવા માટે આ સુંદર તક છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ