ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારા છતાં માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર( WPI)ઘટીને 5.70 ટકા નોંધાયો હતો. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડાને પગલે મોંઘવારીનો દર ઘટ્યો હતો. વાર્ષિક ભાવ વૃદ્ધિ દર્શાવતો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ગત ફેબ્રુઆરી માસમાં 6.55 ટકા હતો. એક વર્ષ અગાઉના સમાનગાળામાં તે (-)0.45 ટકા હતો.