પોરબંદર શહેરમાં કલેક્ટર કચેરી ખાતે માલઘારી સમાજની મહિલાઓએ LRDની ભરતીમાં થયેલા અન્યાયનાં વિરોધમાં મહા રેલી યોજવામાં આવી છે. શહેરમાં આજે મોટી સંખ્યામાં રબારી, ચારણ અને ભરવાડ સમાજની મહિલાઓ રેલીમાં જોડાઇ હતી. મહિલાઓ શહેરનાં શિતલચોકથી લઇને જિલ્લા પંચાયત સુધી મહારેલી યોજી હતી. આ બાદ આ મહિલાઓએ પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. મહત્વનું છે કે છેલ્લા 12 દિવસથી માલધારી સમાજ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર છે.
શું છે માંગણી ?
LRD ભરતીમાં અન્યાય થયેલ ઉમેદવારોનો આખરી યાદીમાં સમાવેશ કરવામાં આવે અને સરકાર દ્વારા રચેલા મલકાણ પંચની ભલામણને આધારે આદિજાતિ વિકાસ વિભાગે આપેલ વિગત દર્શક કાર્ડને મુખ્ય પુરાવો ગણવામાં આવે સહિતની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી.