વડોદરા નજીક આવેલા ગણપતપુરા ગામમાં બુટલેગરોના પોલીસ પર હુમલા પછી લેવાયેલા પગલાંથી ગામનાં મોટાભાગનાં લોકો ફરાર થતાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની ગંભીર અસર પડી રહી છે. સોમવારથી શરૂ થતી વાર્ષિક પરીક્ષામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગેરહાજર રહે તેમ છે. ગણપતપુરા ગામમાં ધો. ૧થી ૬ સુધીની પ્રાથમિક શાળા છે તેમજ દુમાડ ગામે ધો. ૭થી ૯ની શાળા આવેલી છે. આ શાળામાં આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારથી બનાવ બન્યો ત્યારથી અનેક પરિવાર પોતાના સંતાનોને લઇ અન્ય સ્થળે જતાં રહ્યાં છે. શિક્ષકો ડરના માર્યા આવતા નહી હોવાથી શાળા બંધ રહે છે.