કોરોનાકાળમાં અભિનેતા સોનુ સૂદ સાચો કોરોના વોરિયર્સ સાબિત થયો છે. તાજેતરમાં જ તેની ઓફિસો પર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ )ના દરોડા પડ્યા હતા. સોનુ સૂદની ઓફિસ પર દરોડાની કાર્યવાહીને અભિનેતાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત સાથે જોડવામાં આવી રહી છે. હવે એવા સમાચાર મળ્યા છે કે અભિનેતાએ બુધવારે અમદાવાદ ખાતે એક ખાનગી હોટલમાં આખો દિવસ ઉદ્યોગપતિઓ, જુદા જુદા અગ્રણીઓ અને અન્ય લોકો સાથે બેઠક કરી હતી. આખો દિવસ બેઠક બાદ અભિનેતા સાંજે જ રવાના થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. આ દરમિયાન અભિનેતાએ આપના ત્રણ મોટા પ્રદેશ નેતા સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ મામલે અભિનેતા કે આમ આદમી પાર્ટી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.