ગુજરાત ભાજપ સંગઠનમાં હાલ એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે લોકસભાની ચૂંટણી સુધી મુખ્યમંત્રીપદે વિજય રૂપાણી રહેશે કે નહીં. મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા અને નીતિન પટેલની નારાજગીની અટકળો વચ્ચે સંગઠનના હોદ્દેદારો અવઢવમાં છે કે લોકસભા ચૂંટણીની રણનીતિમાં લાગવું કે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કેવા ફેરફાર આવશે તેની ચિંતા કરવી. લોકસભા ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા એક સમિતિ પણ રચી દેવાઈ છે.