બ્રિટનની રાણી એલિઝાબેથ II નું 96 વર્ષની વયે નિધન થયું છે. બકિંગહામ પેલેસે તેમના મૃત્યુની ખાતરી કરી છે. તે 70 વર્ષ સુધી બ્રિટનના રાણી પદે રહ્યા હતા. એમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. એલિઝાબેથને વર્ષ 1952માં બ્રિટનના રાણી બનાવવામાં આવ્યા હતા. જૂન 1953માં તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો. એલિઝાબેથના મૃત્યુ બાદ હવે તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના રાજા બનશે. એમના નિધન પર શોક વ્યક્ત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની દંતકથા તરીકે યાદ કરવામાં આવશે. તેમણે નેતૃત્વ આપ્યું જેણે તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણા આપી. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી. તેમના મૃત્યુથી હું દુઃખી છું.