વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ અંગે સવાલ ઉઠાવનારા લોકોની ઝાટકણી કાઢી છે. ભાજપના સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતાં મંગળવારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવી ગયું છે, તેથી કેટલાક લોકો ગભરાઈ ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૫-૬ દિવસથી અમે જોઈ રહ્યા છીે કે આવા લોકો પરેશાન થઈ ગયા છે અને ફિલ્મની ટીકા કરી રહ્યા છે. તેના પર કોઈ ચર્ચા નથી કરી રહ્યું, પરંતુ તેના વિરોધી થઈ ગયા છે. તેમણે કહ્યું કે કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો બીજી બનાવી લે, પરંતુ તેને રોકવી કોઈ સમજદારી નથી. જોકે, સમાજનો એક વર્ગ આ ફિલ્મની ટીકા કરતા તેને એજન્ડા ફિલ્મ ગણાવી રહ્યો છે.