અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રન-વેનું સમારકામ ૧ માર્ચ ગુરુવારથી શરૂ થવાનું હોવાથી ૧ માર્ચથી ૧૫ એપ્રિલ દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે કોઈપણ ફ્લાઇટ ટેકઓફ કે લેન્ડિંગ નહીં થાય. આ સમયમાં આવતી ફ્લાઇટને રીશિડ્યુઅલ કરવામાં આવી છે. આ સમય દરમિયાન કોઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં હોવાથી તેના શેડયૂલ પર કોઇ અસર પડશે નહીં.