Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક્સચેન્જના સમયમાં વધારોનો ગ્રામ્ય ટર્મિનલ માર્કેટોમાં વિરોધ વાજબી નથી

ઈબ્રાહીમ પટેલ

મુંબઈ તા. ૨૨: ભારતીય કોમોડીટી વાયદા બજારની તંદુરસ્તી માટે ઘણા બધા એક્સચેન્જોને બદલે વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રમાણે બે અથવા ત્રણ એક્સચેન્જનું અસ્તિવ પ્રમાણસર ગણાય, એમ મલ્ટી કોમોડીટી એક્સચેન્જના મેનેજીંગ ડીરેક્ટર અને સીઈઓ મૃગાંક પરાંજપેએ કહ્યું હતું. તેઓએ શુક્રવારે મુંબઈમાં આયોજિત પત્રકાર મિલનમાં પત્રકારો સાથે અનૌપ્ચારિક વયક્તિગત વાતચીતમાં આમ કહ્યું હતું. ભારત જેવા દેશમાં અસંખ્ય એક્સચેન્જોને કારણે એક તરફ ટ્રેડરો માટે આર્બીત્રાજની સમસ્યા અને બીજી તરફ એક્સચેન્જો વચ્ચે કામકાજ વધારવાની બિનજરૂરી સ્પર્ધા સર્જાય છે.

એક્સચેન્જ પર સેબી દ્વારા ૩૦ ડિસેમ્બરથી કામકાજના સમયમાં વૃદ્ધિ કરવાનો હાજર બજારોનાં ગ્રામ્ય ટર્મિનલ માર્કેટોમાં વિરોધ થઇ રહો છે તે વાજબી નથી, એમ કહીને પરાંજપેએ કહ્યું હતું કે આજે નહિ તો કાલે ભારતે જાગતિક બજારો સાથેના સીધા ટ્રેડીંગ સંબંધો સ્થાપિત કરી ને રીયલ ટાઈમ વેલ્યુ નિર્ધારિત કરવા માટે ૨૪ કલાક ટ્રેડીંગ ટર્મિનલો ચલાવવા આવશ્યક થઇ પડશે. ભારત હવેજગત એક બજારનાનિયમથી અલિપ્ત રહી શકે નહિ. ભારત હવે અસંખ્ય કોમોડીટી આયાતકાર દેશ બન્યો છે, ત્યારે ઉત્પાદકો હેજરો અને બજારના અન્ય સ્ટેક હોલ્ડરો માટે દરેક ક્ષણે (રીયલ ટાઈમ) બદલાતા ભાવનું પ્રતિબિંબ ભારતીય કોમોડીટી બજારમાં જીલાવવું જરૂરી નહિ આવશ્યક બની જશે.

આપણા દેશમાં બધી મંડીઓમાં સાંજે પાંચ વાગ્યા સુધી વેપાર થાય છે, ત્યારે જો કોમોડિટી વાયદાનાં કામકાજનો સમય વધશે તો ખરેખર હેજિંગનો આશય પરિપૂર્ણ નહીં થાય અને સટ્ટાખોરીને પ્રોત્સાહન મળશે એવી દલીલો થાય છે. વધુ સમય માટે જો એક્સચેન્જો ખુલ્લા રહેશે તો ટ્રેડરોના ઓપરેટિંગ ખર્ચમાં પણ વધારો થશે એવી માન્યતા તથ્યહીન છે. અન્ય મોટા વૈશ્વિક એક્સચેન્જો સીબોટ, નાયમેક્સમાં રીયલ ટાઈમ ટ્રેડિંગ થાય છે, આમ થશે તો ભારતીય બજારમાં શેરબજારની માફક વિદેશી ટ્રેડરોને સોદા કરવા આકર્ષિત કરી શકાશે.

કોમોડીટી એક્સચેન્જો પર અત્યારે ક્રુડ ઓઈલ, સોનાચાંદી, નેચરલ ગેસ, કૃષિ કોમોડીટી અને બેઝ મેટલ જેવી ચીજોનાં ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળે છે, તેને સટ્ટો કહીને તેની નાલેશી કરવાનો સમય નથી. ભાવની ઉથલપાથલ તો કોમોડીટી એક્સચેન્જોનો જીવાત્મા છે. નાના શહેરોમાંથી કોમોડીટી એક્સચેન્જોનો સટ્ટા બજાર કહીને વિરોધ કરવામાં આવે છે, પરંતુ લાંબાગાળાનાં ભાવ સંશોધન માટે વાયદા બજાર એક ઉત્તમ યંત્રણા છે, અને આવા બજારોમાં સટ્ટોડીયા (સ્પેક્યુલેટર) એક આવશ્યક અને અનિવાર્ય અંગ છે, એવી સમજ વહેલી તકે કેળવવાની જરૂર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ