દેશભરમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 993 લોકોના મોત થયા છે. જ્યારે કે 17 લાખ લોકોને પોતાનું ઘર છોડવાની નોબત આવી છે. દેશના પાંચ રાજ્યો વરસાદમાં સૌથી વધારે પ્રભાવિત થયા છે. જેમા કેરળ સહિત ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ, અસમ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. ગૃહમંત્રાલયના આંકડા મુજબ 22 ઓગસ્ટ, 2018 સુધીમાં કુલ 993 લોકના મોત થયા છે.