જૂનાગઢ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસ દ્વારા નવા નિમણૂક કરવામાં આવેલા પ્રમુખ વીનુ અમીપરાનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધના પગલે શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી સહિત 342 કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત સંગઠન અને વોર્ડના પ્રમુખોએ પણ રાજીનામા ધરી દીધા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના હાથમાંથી ધીમેધીમે પાવર જઈ રહ્યો છે.